એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણીને લઈ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ સામે ભાજપનું જ જૂથ મેદાને આવે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે. થરા માર્કેટયાર્ડ અને બનાસ બેન્કના પૂર્વ ચેરમેન અણદા પટેલે આજે પોતાનું ઉમેદવારી ફોર્મ રજૂ કર્યું છે. શિહોરી મામલતદાર કચેરી ખાતે ફોર્મ રજૂ કરીને ભાજપ મેન્ડેડ આપે તેવી આશા વ્યક્ત કરી છે તો બીજી તરફ પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરી ચૌધરી પણ ચૂંટણી લડે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.


[[$googlead]]

ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે 22 સપ્ટેમ્બર

ત્યારે બનાસ ડેરીની ચૂંટણીને લઈ ભાજપના જ દિગ્ગજો સામ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ સિવાય થરા માર્કેટયાર્ડના વર્તમાન ડિરેકટર પણ ચૂંટણી લડવા તૈયાર છે. બાબુ ચૌધરીએ ડેરીની ચૂંટણી લડવા તૈયારી બતાવી છે. તમને જણાવી દઈએ કે આગામી 10 ઓક્ટોબરે બનાસ ડેરીની ચૂંટણી યોજાવવાની છે. બનાસ ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 22 સપ્ટેમ્બર સુધીની છે.  

[[$alsoread]]

  • Follow us on: