બનાસકાંઠામાં આ વર્ષે જબરદસ્ત વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં હજી પાણી ઓસર્યા નથી. પાણી ભરાયેલા હોવાને કારણે લોકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન થરાદમાં કેનાલના ઓપનિંગ પહેલા જ મોટુ ગાબડું પડ્યું હોવાની ઘટના સામે આવી છે. દેવપુરાથી સુાઈગામની કેનાલમાં ઓપનિંગ પહેલા જ ગાબડું પડતાં લોકોમાં રોષ ફેલાયો છે. કેનાલમાં પાણી છોડાયુ જ નથી ત્યાં ગાબડુ પડતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે.


[[$googlead]]

વરસાદે કેનાલની કામગીરીની ગુણવત્તાની પોલ ખોલી

બનાસકાંઠાના થરાદમાં કેનાલના ઓપનિંગ પહેલા જ ગાબડુ પડતાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. દેવપુરાથી સુઈગામની કેનાલમાં ઓપનિંગ પહેલા જ ગાબડું પડ્યું હતું. કેનાલમાં પાણી છોડવામાં આવતા પહેલા જ ગાબડું પડતાં લોકોમાં રોષ ફેલાયો હતો. કામગીરીની ગુણવત્તા સામે લોકોએ સવાલો ઉઠાવ્યા હતાં. કાગળની જેમ કેનાલ તૂટી ગઈ હતી. વરસાદે કેનાલની કામગીરીની ગુણવત્તાની પોલ ખોલી નાંખી હતી. કેનાલના ઉદ્ઘાટન પહેલા જ પાપ છાપરે ચઢીને પોકાર્યું છે. સરકારની અનેક વિકાસ યોજાનામાં ગેરરીતિ થઈ હોવાથી નાણાનો વ્યય થયો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.


[[$alsoread]]

  • Follow us on: