બનાસકાંઠામાં ભારત માલા પ્રોજેક્ટમાં જમીનના વળતરનો વિવાદ વકર્યો છે. ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. સંપાદનમાં કપાતી જમીન પર ધ્વજવંદન કરી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. કાંકરેજના ખીમાણા ચેખલા ખાતે ખેડૂતોએ ધ્વજ વંદન કર્યું હતું. યોગ્ય વળતર નહીં મળતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે.રેલી યોજી જમીન પર ચિત્ર દોરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવા માગ કરવામાં આવી છે.
ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી
બનાસકાંઠામાં ખેડૂતો એ સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભારત માલા પ્રોજેક્ટના અસરગ્રસ્ત ખેડૂતોએ સંપાદનમાં કપાતી જમીન પર ધ્વજવંદન કર્યું હતું. કાંકરેજ તાલુકાના ખીમાણા ચેખલા વચ્ચે ભારતમાલાના અધિકારીઓએ સર્વે કરેલ ખૂંટના જોડે ધ્વજવંદન કર્યું હતું. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો અને ખેડૂતો ઉમટી પડ્યા હતાં. ખેડૂતોએ રેલી યોજી અને જમીન ઉપર ચિત્ર દોરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તાત્કાલિક ધોરણે ભારતમાલાના અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી હતી.









