અમીરગઢ તાલુકાના જાસોર પર્વત માળા પર બિરાજમાન શ્રી કેદારનાથ મહાદેવ મંદિરના વિકાસ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જે મંદિરના ટ્રસ્ટને લઈને હવે મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. અમીરગઢ તાલુકાના જાસોર પર્વત માળા પર પાંડવોના સમય કાળ દરમિયાનનું પૌરાણિક કેદારનાથ મંદિર આવેલું જેણે લઈ બાલુન્દ્રા ગામ અને સરોત્રા ગામ વચ્ચે વિવાદ થતા આખો મામલો કોર્ટમાં પહોંચતા સરોત્રા ગામની તરફેણમાં હુકમ આવ્યો હતો.


[[$googlead]]

શ્રદ્ધાળુઓને સવલત સુવિધા મળી રહે તે હેતુથી ટ્રસ્ટ બનાવવામાં આવ્યું

જે હુકમ બાલુદ્રા ગામને ના ગમતા તમામ લોકો અપીલમાં પણ ગયા છે. જ્યારે સરોત્રા ગામ દ્વારા મંદિરના વિકાસ માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું, જેમાં ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં શિવભક્તો આવે છે અને પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે. જે શ્રદ્ધાળુઓને સવલત સુવિધા મળી રહે તે હેતુથી ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે, જોકે આ ટ્રસ્ટમાં જોડાઈ મંદિરના વિકાસમાં સહભાગી થવા આહવાન કરવામાં આવ્યું છે. 

[[$alsoread]]

  • Follow us on: