બનાસકાંઠા જિલ્લોએ વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે, પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો કુદરતી આપત્તિના કારણે એક બાદ એક પાકોમાં મોટું નુકસાન વેઠી રહ્યા છે. ચાલુ વર્ષે પણ કામોસમી વરસાદ અને ચોમાસામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં સૌથી વધુ નુકસાન થયું છે. શરૂઆતમાં જ્યારે ડીસા પંથકની વાત કરવામાં આવે તો ખેડૂતો બાજરીના પાકનું સારા ઉત્પાદનની આશાએ વાવેતર કર્યું હતું. પરંતુ બાજરી લેવાના સમયે જ પડેલા ભારે વરસાદના પગલે ખેડૂતોને બાજરીના પાકમાં મોટું નુકસાન થયું હતું.


[[$googlead]]

ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું

જે બાદ ખેડૂતોને બાજરીના પાકના નુકસાન બાદ એક આશા હતી કે આ નુકસાનીની ભરપાઈ મગફળીના પાકમાંથી થશે. જેને લઈ પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ મગફળીનું મોંઘા ભાવના બિયારણો લાવી પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું, પરંતુ જ્યારે મગફળીનો પાક તૈયાર થઈ ગયો અને ખેડૂતોએ મગફળી નીકાળવાની શરૂઆત કરી તે સમયે જ ભારે વરસાદ પડતા ફરી એકવાર ખેડૂતોને મગફળીના પાકમાં નુકસાન થયું હતું. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ખેડૂતોએ આ વર્ષે પણ ઉનાળાના મગફળીના નુકસાન બાદ ફરી એકવાર મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરવાની શરૂઆત કરી હતી.

[[$alsoread]]

ખેડૂતોએ સરકાર પાસે સહાયની કરી માગ

પરંતુ વાવેતર કર્યાના બે દિવસ બાદ જ ડીસા સહિત આજુબાજુના તાલુકાઓમાં પડેલા ભારે વરસાદના પગલે ફરી એકવાર ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. અત્યારે ડીસામાં પડેલા બે દિવસ ભારે વરસાદના પગલે મોટાભાગના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને તૈયાર થયેલા મગફળીના પાક અને વાવેતર કરેલા મગફળીના પાકમાં મોટું નુકસાન થઈ રહ્યું છે, ત્યારે અત્યારે તો ખેડૂતો સરકાર પાસે માગ કરી રહ્યા છે કે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરી નુકસાનગ્રસ્ત ખેડૂતોને સહાય કરે, જેથી ખેડૂત નુકસાનીમાંથી બહાર આવી શકે.


  • Follow us on: