રાજ્યમાં કૌભાંડનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મનરેગા કૌભાંડના પર્દાફાશ બાદ કાર્યવાહી કરવામાં આવતા કરાર આધારિત કર્મચારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડ મામલે APO, ટેકનિકલ આસિસ્ટન્ટ અને એકાઉન્ટન્ટ સહિત 21 કર્મચારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી અને જવાબદારી બરાબર ન નિભાવી હોવાના આક્ષેપ સાથે કરાર આધારિત કર્મચારીઓને દુર કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ નેતા હીરા જોટવાની પણ ધરપકડ
આમોદના 5, હાંસોટના 1 અને જંબુસરના 6 કર્મચારીઓને સેવામાં દૂર કરવામાં આવ્યા છે. આ કર્મચારીઓ પર આક્ષેપને લઈને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા માણસો પૂરી પાડતી બનાસકાંઠાની બનાસ વિકાસ જાગૃતિ મંડળને એક લેટર મોકલવામાં આવ્યો છે. મનરેગા કૌભાંડમાં આગળની તપાસમાં જો તેઓ દોષિત સાબિત થશે તો વધુ કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે મનરેગા કૌભાંડનો પર્દાફાશ થતા હવે મનપાના કર્મચારીઓ સામે તવાઈ બોલાવવામાં આવી છે. મનરેગા કૌભાંડને પગલે કાર્યવાહી કરતા 21 કર્મચારીઓને સેવામાંથી દૂર કરવામાં આવ્યા છે. કૌભાંડમાં કોંગ્રેસ નેતા હીરા જોટવાની પણ ધરપકડ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.









