ભરૂચ દૂધધારા ડેરીમાં રાજકારણ ગરમાયું છે. સંસદ મનસુખ વસાવાએ આ અંગે પત્ર લખ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ ભાજપ જિલ્લા પ્રમુખ પર નિશાન સાધ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને એક પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે. પૂર્વ પ્રમુખ મારુતિસિંહની જેમ પ્રકાશ મોદી પણ પક્ષના જૂના કાર્યકરોની અવગણના કરી રહ્યા છે. ખોટા અને ભ્રષ્ટ લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરી રહ્યા છે.
પ્રકાશ દેસાઈ કરી રહ્યા છે દૂધધારા ડેરીમાં ઉમેદવારી
દૂધધારા ડેરીની ચૂંટણીમાં ઉમેદવારી કરી રહેલા પ્રકાશ દેસાઈ પર આક્ષેપ કરવાં આવ્યો છે. પ્રકાશ દેસાઈ એક લીટર દૂધ પણ ડેરીમાં આપતા નથી અને ખોટી રીતે રાજકીય વગનો ઉપયોગ કરીને ઉમેદવારી કરી રહ્યા છે. આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે? તે એક સવાલ છે. નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીના કૌભાંડનો ઉલ્લેખ કરીને જિલ્લા પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રાર પર ભ્રષ્ટાચારીઓને બચાવવાનો આક્ષેપ પણ કર્યો છે.









