ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના અનેક સ્થળો પર ખેતીલાયક વરસાદ થવાથી ખેડૂતોમા ખુશીની લાગણી જોવા મળી રહી છે. જંબુસરમાં વરસાદ થવાથી ઠંડક પ્રસરી હતી. વાતાવરણમાં પલટો આવ્યા બાદ જંબુસર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. ખેતીલાયક વરસાદ હોવાથી ખેડૂતો ખુશ જોવા મળ્યા હતાં.


[[$googlead]]

જંબુસરમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતો ખુશ

જંબુસરમા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે વહેલી સવારથી વરસાદનુ આગમન થયું હતું.જંબુસર શહેર તેમજ આજુબાજુના ગામડામાં વરસાદ થયો હતો.ટુંડજ. પાચકડા. કોરા. કાવા. મગણાદ સહિતના ગામોમા વરસાદ થવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થતાં સમગ્ર વિસ્તારમાં ગરમીમાં રાહત મળી હતી.

[[$alsoread]]


  • Follow us on: