ભાવનગર શહેરમાં SOGની ટીમે ફૂડ વિભાગને સાથે રાખીને ચેકીંગ હાથ ધર્યું છે. શહેરના ભગાતળાવ નાગરપોળના ડેલામાં આવેલા એક મકાનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લીધા છે. 14 જેટલા ઘીના ડબ્બામાં રહેલા 210 કિલો ઘીને સીઝ કરવામાં આવ્યું છે. મકાનની ઉપર ના માળે ઘી બનાવવામાં આવતું હતું. 1.37 લાખની કિંમતનું ઘી સીઝ કરવામાં આવ્યું છે. SOGની ટીમ એક બાદ એક બનાવટી ખાદ્યપદાર્થો બનાવતી ફેકટરીઓ ઉપર તવાઈ બોલાવી રહી છે.
ગીર સોમનાથના વેરાવળમાં 12 પેઢીમાં તપાસ
બીજી તરફ ગીર સોમનાથના વેરાવળમાં 12 પેઢીમાં તપાસ કરવામાં આવી છે. વેરાવળમાં ફુડ વિભાગે તહેવાર પૂર્વે ચેકીંગ ડ્રાઈવ શરૂ કરી છે. 12 પેઢીઓમાં તપાસ, 27 સેમ્પલ લેબ ટેસ્ટ માટે મોકલાયા છે. ત્યારે હાલમાં શહેરમાં ભેળસેળીયા તત્વોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. દિવાળીને અનુલક્ષીને ફરસાણ અને ઘી વેચાણની દુકાનોમાં અચાનક ચેકીંગ હાથ ધરાયું છે. ફરસાણના 10 અને ઘીના 17 નમૂનાઓ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલાયા છે.









