ભાવનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. જિલ્લામાં વરસાદે વરસાવેલો કહેર પશુઓ માટે ભારે પડ્યો છે. માઢીયાથી સવાઈનગર જવાના રસ્તામાં ખેતરોમાં ભરાયેલા પાણીમાં હરણ ફસાયું છે. આ ઉપરાંત 4થી વધુ ગાય પણ પાણીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી. ચારે તરફ પાણી ભરાયેલા ખેતરોમાં હરણ બહાર નીકળવા પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ ભાવનગરના મહુવામાં વરસાદે તારાજી સર્જી છે. હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યાનો વીડિયો વાયરલ થયો છે. દર્દીઓને કમરસમા પાણીમાં લઈ જવા પડી રહ્યા છે અને અનેક વાહનો પણ પાણીમાં અટવાયા છે.


[[$googlead]]

ચોગઠ ગામે 5 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું

ભાવનગરના ઉમરાળામાં વરસાદથી જનજીવન ખોરવાયું છે. ચોગઠ ગામે 5 ઈંચ વરસાદથી જનજીવન ખોરવાયું છે. ચોગઠ ગામે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. માધવપર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. પાણીનો નિકાલ ન થતા ઘૂંટણસમા પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ન ઓસરતાં રહીશોને ભારે હાલાકી પડી રહી છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. 

[[$alsoread]]

  • Follow us on: