ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદના પાણી ફરી વળતાં ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાને અસર પહોંચી છે. આ ઉપરાંત જિલ્લામાં જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થતાં ઓવરફ્લો થયાં છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ભાવનગરમાં મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. આસપાસના 13 ગામોને પાણી પુરૂ પાડતો આ બંધારો ઓવરફ્લો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
ભારે વરસાદને પગલે મેથળા બંધારો થયો ઓવરફ્લો
પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગરમાં ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે આવેલા પાણીથી ખેડૂતોએ જાત મહેનતથી બનાવેલો મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને પગલે મેથળા બંધારો ઓવરફ્લો થયો છે. મેથળા આસપાસના 13 ગામોને મીઠા પાણીની અને સિંચાઈ માટેના પાણીની સુવિધા પુરી પાડે છે. મેથળા બંધારો ઓવરફ્લો થતા ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. મેથળા બંધારો 7 વર્ષ પહેલાં 13 ગામના ખેડૂતોએ જાત મહેનત ઝીંદાબાદથી બનાવ્યો છે.









