ભુજ શહેરમાં પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરીને હથિયાર સાથે ફરતા ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. મળતી માહિતી મુજબ, પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી તલવાર, ધારિયું અને છરી જેવા ખતરનાક હથિયારો મળી આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ગુન્હો કરવાની મન્સા સાથે આ હથિયારો લઈને ફરતા હતા.
જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો
પોલીસના સમયસરના પગલાંને કારણે સંભવિત ગુન્હો અટકાવવામાં સફળતા મળી છે. આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચિંતાઓ ઊભી કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ, આ હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યા અને કોઈ મોટા ગુન્હા સાથે જોડાણ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા આવી કડક કાર્યવાહીથી ગુન્હાખોરી પર રોક લગાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે.









