કચ્છના ભુજમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે શહેરના તમામ રસ્તાઓ પર પાણી ભરાયા છે. બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ પાણી ભરાયાની સમસ્યા સામે છે. આ સિવાય ગાંધીધામાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. ગાંધીધામ સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ગાંધીધામ, આદિપુરમાં ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જો કે સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.


[[$googlead]]

કચ્છના નખત્રાણા પંથકમાં સાર્વત્રિક વરસાદ

કચ્છના નખત્રાણા પંથકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. નખત્રાણામાં ધોધમાર વરસાદે મુશ્કેલી વધારી દીધી છે. નખત્રાણાનું વથાણ ચોક વરસાદના કારણે જળ મગ્ન થઈ ગયું છે. નખત્રાણા-લખપત સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળ્યા છે. હાઈવેની બંને સાઈડ ટ્રાફિક જામ સર્જાયો છે. ભુજમાં જોતજોતામાં પવનના સુસવાટા સાથે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતાં શહેરના મુખ્ય મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. તેમાંય બસ પોર્ટ પાસેનો રસ્તો જાણે તળાવમાં ફેરવાઇ ગયો હોય તેવો નજારો જોવા મળ્યો હતો.

[[$alsoread]]


  • Follow us on: