ભુજમાં વરસાદ બાદ લોકો વરસાદી પાણી ભરાવાની સમસ્યા કારણે પરેશાન છે. શહેરના વોર્ડ નંબર 1માં આવેલા અનમનગરના લોકો આજે વરસાદી પાણી ભરાવવાની સમસ્યા મુદ્દે કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. આ વિસ્તારના લોકોએ અગાઉ અનેકવાર પાલિકામાં સમસ્યા અંગે રજુઆત કરી છે.


[[$googlead]]

વરસાદ બાદ લોકોના ઘરમાં પાણી ભરાયા

તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવતા આજે કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. વરસાદ બાદ અનમનગર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાયેલા છે. વરસાદી પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જેના પરિણામે આ વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં આવી સ્થિતિ અહીંયા જોવા મળે છે. વરસાદ બાદ લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે. ત્યારે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

[[$alsoread]]

  • Follow us on: