બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે નવા વર્ષના પૂર્વ દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી. જ્યાં એક તરફ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો હોટેલ અને રિસોર્ટમાં પાર્ટીઓ યોજે છે, ત્યારે અનેક ભક્તોએ અલગ અને આધ્યાત્મિક રીતે વર્ષને વિદાય આપવાનો માર્ગ પસંદ કર્યો છે.


[[$googlead]]

ભક્તો વહેલી સવારથી જ સાળંગપુર મંદિરે પહોંચ્યા અને કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા લાંબી લાઈનો લગાવી હતી અને દાદાને પ્રાર્થના કરી. પરિવાર સાથે આવેલા ભક્તોએ સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે દાદાને વંદન કર્યા અને 2025ને ભાવભીના મનથી ‘બાય બાય’ કહ્યું. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. જય હનુમાનના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો.

ભક્તોએ દાદાના દિવ્ય શણગારના દર્શન કરી 2025ને બાય બાય કર્યુ

31 ડિસેમ્બરે શહેરોમાં ખાસ યુવાધન પાર્ટી, રીસોર્ટ, સિનેમા જોવા અને ફરવા જતા હોય છે તેમજ પશ્ચિમી સંસ્કૃતિથી જોડાયેલા હોય છે, ત્યારે આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દેશ દુનિયામાંથી મોટી સંખ્યામાં યુવાધન જોવા મળ્યું હતું અને આપણે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરા જાળવવી જોઈએ, આજના દિવસે અમે હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી 2025ને બાય બાય કર્યુ અને નવું વર્ષ તમામ માટે સુખદ નીવડે તેવી ભકતોએ દાદાના ચરણોમાં પ્રાર્થના કરી.

[[$alsoread]]

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિની રીત

થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર જે પશ્ચિમી સંસ્કૃતિ છે પણ આજે હિન્દુ સમાજ જાગૃત થયો છે એટલા માટે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે આજે દેશ દુનિયાના લોકો વર્ષના અંતિમ દિવસે ભગવાનની સાથે આનંદ માણી ભક્તિ સભર ઉજવવા માટે આજે હજારો ભક્તો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે આવ્યા છે તેમ કષ્ટભંજન હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું.

  • Follow us on: