વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો હતો. આ ઘટનામાં 10 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયાં છે.કેટલાક વાહનો પણ બ્રિજ તૂટતા નદીમાં ખાબક્યા હતાં. આ બ્રિજને લઈને લોકોએ અનેક રજૂઆતો કરી હતી. પરંતુ આ રજૂઆતોને અવગણીને અધિકારીઓએ માત્ર સમારકામ કરીને સંતોષ માની લીધો હતો. અધિકારીઓ અને રાજકારણીઓની ઘોર નિંદ્રાના કારણે જ આ ઘટના બની હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ પ્રકારની ઘટનાઓ કેમ બને છે અને કેમ રજૂઆતો કરવા છતાંય પગલાં નથી લેવાતા. આ સવાલ અંગે માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત એન્જિનિયરે સંદેશ ન્યૂઝ સાથે વાત કરી હતી.


[[$googlead]]

આપણી કોઈ સરકારોમાં આવો કોઈ પ્લાન નથી

માર્ગ અને મકાન વિભાગના નિવૃત્ત એન્જિનિયર એમ.એ.પટેલે જણાવ્યું હતું કે,વિઝનથી કામ કરવામાં ના આવે તો આવી ઘટનાઓ વારંવાર બનવાની છે. અંગ્રેજો વખતે આવા બાંધકામો થતાં ત્યારે 20 વર્ષનો માસ્ટર પ્લાન હતો પણ આપણી કોઈ સરકારોમાં આવો કોઈ પ્લાન નથી. આ પ્રકારના બાંધકામો થવાના હોય તો તેની ચોક્કસ નીતિઓ પણ હોવી જોઈએ. જો સરકાર ચોક્કસ વિઝન વાળા પગલા લઈ કામગીરી કરશે તો ચોક્કસ આવી ઘટનાઓ અટકાવી શકાશે. બાકી આગામી સમયમાં આ પ્રકારની દુર્ઘટનાઓ ચાલુ જ રહે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

[[$alsoread]]


  • Follow us on: