1લી ફેબ્રુઆરીએ દેશનું બજેટ રજૂ થયું.જે વચ્ચે રોકાણકારો સતર્ક વલણ દાખવી રહ્યા હતાં.આ દરમિયાન શેરબજારમાં કડાકો નોંધાયો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો હતો. શેરબજારમાં 12.21 કલાકે સેન્સેક્સ −1,087.70 પોઇન્ટના ઘટાડા સાથે 81,478.67 અંકે ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી−372.25 પોઇન્ટના ઘટાડા સાથે 25,046.65 અઁકે ટ્રેડ કરી રહ્યો હતો.ત્યારબાદ 12.27 કલાકે સેન્સેક્સ 1109 પોઇન્ટ તૂટ્યો હતો જ્યારે નિફ્ટી 426.40 પોઇન્ટના ઘટાડા સાથે 24,992.50 અંકે ટ્રેડ કરી રહ્યો હતો.


[[$googlead]]

એક એક મિનિટમાં શેરબજારમાં ફેરફાર જોવા મળી રહ્યો હતો

બજેટ રજૂ થયા બાદ એક એક મિનિટમાં શેરબજારમાં ફેરફાર જોવા મળી રહ્યો હતો. 1000થી શરૂ થઇને હાલમાં જો વાત કરીએ તો, બપોરે 12.32 કલાકે સેન્સેક્સ 2500 પોઇન્ટનો કડાકો બોલાયો છે. બજેટમાં F&O રોકાણો પર STT વધારવામાં આવ્યો છે. તે પાછલા બજેટમાં પણ વધારવામાં આવ્યો હતો. આ વખતે, તે 0.1% થી વધારીને 0.15% કરવામાં આવ્યો છે. આ જાહેરાત બાદ, શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો હતો.

[[$alsoread]]


  • Follow us on: