છોટાઉદેપુરના ભારજ નદી પરનું જનતા ડાયવર્ઝન ફરી એક વખત પાણીમાં ધોવાયુ છે. સિહોદ પાસે નેશનલ હાઈવે 56નો પુલ ધરાશાયી થયા બાદ તંત્ર દ્વારા ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, જે પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયું છે. ડાયવર્ઝન ધોવાતા લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. જેને લઈને સ્થાનિક લોકોએ જનતા ડાયવર્ઝન બનાવ્યું હતું જો કે ગઈકાલે ઉપરવાસ અને છોટા ઉદેપુરમાં વરસેલા ભારે વરસાદને કારણે ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને ડાયવર્ઝન ધોવાતા લોકો ફરી મુશ્કેલીમાં મુકાયા છે.


[[$googlead]]

છોટાઉદેપુરની ઓરસંગ નદી ફરી બે કાંઠે થઈ

ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે આ ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી માગ કરી છે. બીજી તરફ છોટાઉદેપુરની ઓરસંગ નદી ફરી બે કાંઠે થઈ છે. ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે જોવા મળી રહી છે. જેને પગલે ઓરસંગ નદી પર આવેલો આડબંધ ઓવરફ્લો થયો છે. નદી બે કાંઠે વહેતી થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને સ્થાનિક લોકોને પીવાના પાણી માટે આખુ વર્ષ કોઈ મુશ્કેલી સર્જાશે નહીં. 

[[$alsoread]]

  • Follow us on: