[[$googlead]]
છોટા ઉદેપુર જિલ્લાના સરહદી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સરહદી વિસ્તારમાં ઉપરવાસના મધ્ય પ્રદેશમાં ભારે વરસાદન પગલે ભોરદલી ખાતે સુકતા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે. છોટાઉદેપુર અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઘોડાપૂર આવ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં સતત વરસાદી માહોલથી અનેક નદી નાળામાં નવા નીર આવ્યા છે. ત્યારે છોટાઉદેપુરની સુકતા નદીમાં ઘોડાપુર આવતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે.

છોટાઉદેપુરમાં ડાયવર્ઝન ધોવાતા ભારે હાલાકી

બીજી તરફ છોટાઉદેપુરમાં ડાયવર્ઝન ધોવાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. નાલેજ-પીપલેજને જોડા રોડ પર ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાયું છે, જેના કારણે 20થી 25 ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. છોટાઉદેપુર નગરથી ઓરસંગ નદીના સામે કિનારાના પીપલેજથી નાલેજ વચ્ચેના કોતર પર મીની પુલનું કામ ચાલુ હોવાથી ડાયવર્ઝન અપાયું હતું. ભારે વરસાદથી કામચલાઉ ધોરણે બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ ગયું છે અને તેના કારણે વિદ્યાર્થીઓ અને રાહદારીઓ અટવાયા છે. ડાયવર્ઝન ધોવાતા સંપર્ક વિહોણા ગામોમાં જવું અઘરું બન્યું છે.
ત્યારે હવે પાણી ઓસરતા ડાયવર્ઝન શરુ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.

  • Follow us on: