છોટા ઉદેપુરમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે. છોટા ઉદેપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી પાણી રસ્તા પર વહેતા થયા છે. જેને પગલે જિલ્લાની આની નદી બે કાંઠે વહેતી થઈ છે. ચોરવાણા અને ઓડ ગામ વચ્ચેથી પસાર થતી આની નદી બે કાંઠે થઈ છે. ઉપરવાસમાં મધ્યપ્રદેશ અને છોટા ઉદેપુર પંથકમાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે. નદી બે કાંઠે વહેતા રમણીય દ્રશ્યો સર્જાયા છે.


[[$googlead]]

વલસાડમાં 6.3 ઈંચ વરસાદ વરસ્યો

બીજી તરફ વલસાડ શહેરમાં 6 કલાકમાં 6.3 ઈંચ વરસાદથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે વલસાડ શહેરની મહાદેવ નગર સોસાયટીમાં કમરસમા પાણી ભરાતા એક કાર સાથે કારચાલક ફસાયો હતો. સાથે કેટલાક લોકોના વાહનો પણ બંધ પડ્યા હતા. લોકો વાહનોને ધક્કો મારવા મજબૂર બન્યા હતા. નગરપાલિકાની કામગીરી અને સ્થાનિક દબાણને લઈને આ વિસ્તારમાં દર વર્ષે પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવે છે, મહાદેવ નગર સોસાયટીમાંથી લોકો બહાર નીકળી નથી શકતા અને બહારના લોકો અંદર જઈ નથી શકતા એ હદે પાણી ભરાતા હાલ લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

[[$alsoread]]


  • Follow us on: