છોટાઉદેપુરના સંખેડાનું હરિપુરા ગામ સંપર્ક વિહોણું થયું છે. હરિપુરા ગામે જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. હરિપુરા જવાનો એક માત્ર રસ્તો પાણીમાં ગરકાવ થતા લોકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા છે. છોટાઉદેપુરમાં વરસાદથી ઠેર-ઠેર હાલાકી પડી રહી છે. ચારોલા-ઝાખરપુરા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.


[[$googlead]]

સંખેડાનું હરિપુરા ગામ સંપર્ક વિહોણું

રસ્તા પર કેડસમા પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી ભોગવી રહ્યા છે. રસ્તા પર કોતરના પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે.છોટાઉદેપુરમાં ઓરસંગ નદીમાં પાણીની આવક જોવા મળી છે. સંખેડા-બહાદરપુર વચ્ચે ઓસરંગ નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી જોવા માળી છે. બોરકુવા રિચાર્જ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

[[$alsoread]]

છોટાઉદેપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ

ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની ભરપૂર આવક જોવા મળી છે. છોટાઉદેપુરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. બોડેલીમાં ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી હાથ ધરાવમાં આવી છે.

  • Follow us on: