છોટા ઉદેપુર જિલ્લામાં અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનું સ્તર ખૂબ નીચું છે. જેને લઈને કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પીન્ટુ રાઠવાએ તાલુકાના સમલવાંટ ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લીધી હતી. ત્યારે 1થી 8 ધોરણની શાળામાં અભ્યાસ કરતા 340 જેટલા વિદ્યાર્થીઓ માટે કરોડોના ખર્ચે અત્યાધુનિક શાળા પરિસર બનાવવામાં આવ્યું હતું. કારોબારી ચેરમેન ધો.8 ના વર્ગમાં જતાં હાજર શિક્ષક ગુજરાતી માધ્યમની શાળામા અંગ્રેજી અને ગુજરાતી અંક ભેગા કરીને શિક્ષણ આપતા નજરે પડ્યા હતા અને બાળકો સારી રીતે સમજી શકે તે માટે આ રીતે અભ્યાસ કરાવતા હોવાનું જણાવ્યું હતું.


[[$googlead]]

66 અને 26 વચ્ચેનો તફાવત પણ ન ઓળખી શક્યા વિદ્યાર્થી

જ્યારે ધો.8 ના વિદ્યાર્થીઓને કારોબારી ચેરમેને અંક ગણિતના આંકડા લખવા કહેતા બાળકો લખી શકયા ન હતા. બાળક પાસે બ્લેક બોર્ડ ઉપર 67 લખવા કહ્યું ત્યારે એક બાળકીએ 26 લખ્યું હતું. જ્યારે બીજા બાળકને લખવાનું કહેતા આંકડા લખવાનું સુધ્ધાં આવડતું ન હતું. બીજા બાળકને પણ 67 લખવા કહેતા તેણે 49 લખ્યું હતું. આ વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પોતાનું નામ લખતા પણ આવડતું ન હતું. જ્યારે જિલ્લાનું નામ છોટા ઉદેપુર લખવાનું કહેતા ધો.8ના વિદ્યાર્થીને છોટા ઉદેપુર લખતા આવડ્યું ન હતું. અન્ય બાળકોને 79 લખવા કહેતા તે લખી શક્યો ન હતો.

[[$alsoread]]

  • Follow us on: