ગુજરાતમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ શકે છે. હાલમાં કોમનવેલ્થ ગેમ્સના ડિરેક્ટર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ડિરેક્ટર ડ્રમ હોલનીએ રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી છે. રમતગમત મંત્રી હર્ષ સંઘવીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના હરપાલ સિંહ તથા ગુજરાતના રમતગમત વિભાગના અગ્ર સચિવ અશ્વિનિ કુમાર બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે.


[[$googlead]]

અમદાવાદના 6થી વધારે સ્થળોની મુલાકાત લીધી

આ કમિટીએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓની પણ મુલાકાત કરી છે. કમિટીએ અમદાવાદમાં સંસ્કારધામ અને મહાત્મા મંદિરની પણ મુલાકાત લીધી, આ સિવાય ગાંધીનગર અને અમદાવાદના 6થી વધારે સ્થળોની મુલાકાત લીધી છે. શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, સરદાર પટેલ સપોર્ટ સંકુલ, રિવરફ્રન્ટ, સંસ્કારધામ, મહાત્મા મંદિર, IIT જેવા સ્થળોની પણ મુલાકાત લીધી છે. ગેમ માટે ગુજરાતની સક્ષમતા અંગે માહિતી મેળવી છે. આ સાથે જ ગુજરાતમાં સ્પોટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટી અંગે ચકાસણી કરી છે. અમદાવાદ કોર્પોરેશનથી લઈને રમત ગમત મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો કરી છે. ભારત સરકારે 13 માર્ચે કોમન વેલ્થ ગેમ માટે સત્તાવાર દાવેદારી નોંધાવી છે. 

[[$alsoread]]

  • Follow us on: