ભાવનગરમાં સામાન્ય તકરારમાં વૃદ્ધની હત્યા કરવામાં આવી છે, સુભાષનગરમાં 60 વર્ષીય વૃદ્ધની હત્યા કરી દેવામાં આવી છે, રૂખડીયા હનુમાન મંદિર પાસે હત્યા કરવામાં આવી છે, બીજી તરફ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે, અને સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની વાત સામે આવી છે.
ભાવનગર પોલીસે હત્યાને લઈ તપાસ કરી શરૂ
ભાવનગરમાં હત્યાનો બનાવ બન્યો છે જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે, અજાણ્યા શખ્સો દ્વારા સામાન્ય બાબતમાં હત્યા કરી દેવામાં આવતા લોકોમાં રોષની લાગણી જોવા મળી છે, પોલીસે આસપાસના સીસીટીવીના આધારે હત્યાની તપાસ શરૂ કરી છે, લોકો વૃદ્ધને બચાવવા માટે જાય તે પહેલા જ તેમનું ઢીમ ઢળી ગયું હતુ. હત્યાને લઈ લોકોના ટોળેટોળા ઉમટયા હતા પરંતુ પોલીસ હજી આરોપી સુધી પહોંચી શકી નથી, ભાવનગર શહેરમાં હત્યાના બનાવો વારંવાર બનતા હોવાથી લોકોમાં ગભરાહટ અને રોષ જોવા મળ્યો છે, સ્થાનિકોનું કહેવું છે કે, આવા હત્યારા આરોપીઓને આજીવન કેદ થવી જોઈએ









