ભુજમાં લૂંટના પ્રયાસમાં બે આરોપી ઝડપાયા હોવાની વાત સામે આવી છે, ભુજીયા રિંગરોડ પર લૂંટની કોશિશ થઈ હતી અને બાઇક પર જઈ રહેલા વેપારીને પછાડી બાદમાં છરી બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો, પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બે આરોપીને ઝડપી પાડયા હતા. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા લૂંટના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને પશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
આરોપીને મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડયા છે
આ ગુનાની તપાસ લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ગુનામાં સંડોવાયેલા આરોપીઓ રજબઅલી બરકતઅલી પઠાણ અને સમીર અલીમામદ કકલ તેમની બજાજ પલ્સર (GJ-12-HC-5045) સાથે અમનનગર ચાર રસ્તા પાસે હાજર છે. બાતમીના આધારે તપાસ કરતા રજબઅલી બરકતઅલી પઠાણ (ઉ.વ. 26, રહે. ભીડનાકા બહાર, સુરલભીટ રોડ, ભુજ) અને સમીર અલીમામદ કકલ (ઉ.વ. 22, રહે. ભીડનાકા બહાર, ભુતેશ્વર, ભુજ) મળી આવ્યા હતા.









