મોરબીના વાંકાનેરમાં તસ્કરો બેફામ બન્યા છે, લુણસરીયા ગામે મંદિરમાં ત્રાટક્યા તસ્કરો અને ચાંદીનો મુગટ સહિત અન્ય મુદ્દામાલની ચોરી કરી હોવાની વાત સામે આવી છે, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરીની ઘટના બની હોવાની વાત સામે આવી છે, પોલીસે ગુનો નોંધીને તપાસ કરી શરૂ.


[[$googlead]]

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે ચોરીની ઘટના

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે ચોરીની ઘટના બની છે, લુણસરીયા ગામમાં આવેલ હનુમાનજીના મંદિરમાં તસ્કરોએ નાખ્યા ધામા અને મંદિરમાં ચાંદીનો મુગટ તથા અન્ય મુદ્દામાલની ચોરી કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે, રાત્રિના દોઢ વાગ્યાના અરસમાાં આ ઘટના બની છે, પોલીસ પેટ્રોલિગ કરે છે કે ઉંઘી રહી છે તે ખબર પડતી નથી, હનુમાનજીના મંદિરમાં નવ મહિનામાં ત્રીજીવાર ચોરી થતા સ્થાનિકોએ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા.

[[$alsoread]]

  • Follow us on: