સુરતમાં મારામારીના કેસના આરોપીનો વરઘોડો નીકાળ્યો છે, ભેસ્તાન પોલીસે ઘટનાસ્થળે આરોપીને લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યુ છે, ઈસરાર ખાન ઉર્ફે છોટોએ મારામારી કરી હતી અને આરોપી મારામારી કરી ફરાર થઈ ગયો હતો તો ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસની કાર્યવાહી સામે આવી છે.
સુરત પોલીસે માથાભારે શખ્સનું કર્યુ રિકન્ટ્રકશન
સુરતાં ભેસ્તાનનો માથાભારે ઇસરાર ખાન ઉર્ફે છોટેનો વરઘોડો પોલીસે જાહેરમાં કાઢયો હતો અને લોકો સામે હાથ જોડાયા હતા, ભેસ્તાન પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રિકન્ટ્રક્શન કર્યું છે, જે જગ્યાએ ઈસરાર ખાન ઉર્ફે છોટે મારામારી કરી ફરાર થઈ ગયો હતો તે જ જગ્યાએ લઈ જઈને તેનુ કિકન્ટ્રકશન કર્યુ હતુ, આ બાબતે ભોગ બનનાર ગફાર હમીદે ફરિયાદ આપી હતી અને ફરિયાદના આધારે ભેસ્તાન પોલીસે કાર્યવાહી કરી છે, આરોપી ઈસરાર ખાન ખુલ્લા મેદાનમાં બેઠો હોવાની બાતમી મળતા ઉચકી લેવાયો છે અને પોલીસે આરોપીની સરભરા કરી.









