ડાંગ જિલ્લામાં આગામી નાતાલના તહેવાર અને થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ દ્વારા ‘ડ્રિંક એન્ડ ડ્રાઇવ’ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત સાપુતારા પોલીસ ટીમ દ્વારા સાપુતારા ચેકપોસ્ટ, વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારના વઘઈ ફોરેસ્ટ નાકા તેમજ ભેંસકાતરી ફોરેસ્ટ નાકા પર વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.


[[$googlead]]

પોલીસ દ્વારા નશો કરીને વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી

ડાંગ જિલ્લાની આંતરરાજ્ય હદ પર પોલીસ કર્મચારીઓ દ્વારા રિફ્લેક્ટર જેકેટ, બેટન લાઈટ અને બ્રેથ એનાલાઈઝરનો ઉપયોગ કરીને વાહનચાલકોની ચકાસણી કરવામાં આવશે. પોલીસ દ્વારા નશો કરીને વાહન ચલાવનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે, સાથે જ નાગરિકોને સલામત ડ્રાઈવિંગ કરવા અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ બુટલેગરો દારૂની હેરફેર મોટા પ્રમાણમાં કરતા હોય છે અને આ સાથે જ નશીલા પદાર્થની હેરાફેરી પણ આ સમય દરમિયાન વધી જતી હોય છે, ત્યારે સુરક્ષાના કારણોસર પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે.


[[$alsoread]]

  • Follow us on: