દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર વિસ્તારમાં ખનીજ માફિયાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે બોકસાઈટનું ખનન કરતા તત્વોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેના કારણે ખનીજ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે. માહિતી મુજબ મેવાસા ગામની સીમમાં કેટલાક લોકો બોકસાઈટનું ગેરકાયદેસર ખનન કરી રહ્યા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસને ગુપ્ત માહિતી મળતાં તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો.


[[$googlead]]

પોલીસે બંને વાહનો કબજે કરી લીધા

દરોડા દરમિયાન પોલીસને સ્થળ પર બોકસાઈટ ભરેલું ટ્રેક્ટર અને એક જેસીબી મશીન મળી આવ્યું હતું. પોલીસે બંને વાહનો કબજે કરી લીધા છે અને સંબંધિત વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટનાથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા તત્વોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જામ કલ્યાણપુર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે ખનીજ સંપત્તિની ચોરી અને ગેરકાયદેસર ખનન કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં.


[[$alsoread]]

  • Follow us on: