દેવભૂમિ દ્વારકાના દરિયામાં જીવના જોખમે લોકો સ્નાન કરતા જોવા મળ્યા છે. પાલિકાના તંત્ર દ્વારા સ્નાન ન કરવાની સૂચના આ તમામ લોકોને અપાઈ છે. દરિયાકાંઠા પર ચેતવણીના બેનરો લગાવવામાં આવેલા હોવા છતાં સહેલાણીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી રહી છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે? ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમીના તહેવારને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવ્યા છે. દરિયામાં કરંટ વચ્ચે બેદરકારીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.


[[$googlead]]

યાત્રાધામ દ્વારકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

બીજી તરફ યાત્રાધામ દ્વારકામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. જન્માષ્ટમી ઉત્સવ અને આજે નોમના દિવસે સવારના 10:30 વાગ્યાની આસપાસ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. દ્વારકા શહેરમાં અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા જ દ્વારકાવાસીઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી વરસાદ ખેંચાઈ જતા દ્વારકાવાસીઓ ગરમીથી પરેશાન થતા હતા. આજે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતાં જ સમગ્ર દ્વારકા શહેરમાં ઠંડકનો અહેસાસ લોકો કરી રહ્યા છે.

[[$alsoread]]


  • Follow us on: