વાવ, થરાદ અને ધરણીધર તાલુકાના ખેડૂતોના હિતમાં કોંગ્રેસ અને ખેડૂતોએ સાથે મળીને રેલી કાઢી છે. ખેડૂતોના હિતમાં કોંગ્રેસે રેલી યોજી અને આવેદનપત્ર આપશે. ત્યારે આવેદનપત્ર આપતા પહેલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપુતે હુંકાર કરતા કહ્યું કે સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો અમે કોર્ટનો સહારો લઈશું. વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસ પર લગાયેલા આરોપોનો વળતો જવાબ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે આપ્યો. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે 35 દિવસ જેટલો સમય વિતવા છતાં હજુ સુધી ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી.


[[$googlead]]

35 દિવસ વિતવા છતા સહાય નથી આપી:ગુલાબસિંહ

અમે ગત સોમવારે સુઈગામમાં ખેડૂતોના હિતમાં આવેદનપત્ર આપ્યા બાદ સત્તામાં રહેલા લોકો જાગ્યા છે. જમીન ધોવાણ અને પાક નુકસાનીની સહાય માટે કોંગ્રેસ ખેડૂતોના હિતમાં આજે થરાદ ડીડીઓને આવેદનપત્ર આપ્યું છે. બીજી તરફબોટાદ પર થયેલા વિવાદ પર કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કહ્યું ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું જોઈએ હિંસક રૂપે નહીં, બોટાદમાં ખેડૂત ઉપર કરેલા પોલીસના લાઠીચાર્જને કોંગ્રેસના જિલ્લા પ્રમુખે વખોડ્યો છે. થરાદમાં કોંગ્રેસના આવેદનપત્ર આપવાના સમયે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ગોઠવાયો, બોટાદમાં બનેલી ઘટનાને ધ્યાને રાખીને થરાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. 

[[$alsoread]]

  • Follow us on: