લેહ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત હિમવર્ષાની શરૂઆત થઈ ચૂકી છે. લેહમાં બરફવર્ષાથી એક મોટી સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ સાથે જ આસપાસમાં રહેલા વૃક્ષો પણ બરફથી ઢંકાઈ ગયા છે. IMD મુજબ લેહમાં ન્યૂનતમ તાપમાન -2 સેલ્સિયસ નોંધાયું છે. તેની વચ્ચે કાશ્મીર ઘાટીના સોનમર્ગમાં પણ બરફવર્ષા થઈ છે, જેના કારણે વિસ્તાર જાણે કે સફેદ ચાદરથી ઢંકાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.


[[$googlead]]

શ્રીનગરમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું

સોનમર્ગ, ગાંદરબલ જિલ્લામાં રહેવાસીઓ અને પ્રવાસીઓ એક વિન્ટર વંડરલેન્ડનો આનંદ લઈ રહ્યા છે. કારણ કે બરફ વાહનો, ઈમારતો અને રસ્તાઓ પર જામી ગયો છે. પ્રવાસીઓએ આ સુંદર નજારાની મજા લીધી છે અને ફોટોગ્રાફી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આતંકી હુમલા બાદ જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે પણ હાલમાં અહીં તમામ વિસ્તાર સુરક્ષિત છે. શ્રીનગરમાં 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ત્યારે લોકોની અવરજવર માટે હાલમાં શ્રીનગર લેહ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે.   

[[$alsoread]]

  • Follow us on: