વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ફેડરલ ચાન્સેલર મહાત્મા મંદિર ખાતે મુલાકાત કરશે. મહાત્મા મંદિરમાં બંને વચ્ચે દ્વિપક્ષીય ચર્ચા યોજાશે. VIP એરિયામાં આ મિટિંગ યોજાશે. જેમાં ટેક્નોલોજી, સંરક્ષણ, વેપાર સહિતના બાબતો પર ચર્ચા કરવામાં આવશે અને ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. વેપાર અને રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય અને ગતિશીલતામાં સહયોગને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરાશે.


[[$googlead]]

વિવિધ મુદ્દાઓ પર વિચારોનું આદાન - પ્રદાન કરશે

સાથે જ સંરક્ષણ અને સુરક્ષા, વિજ્ઞાન, નવીનતા અને સંશોધન, ગ્રીન અને ટકાઉ વિકાસ અને લોકો-થી-લોકોના સંબંધો જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગને આગળ વધારવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે. વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મેર્ઝ પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કરશે અને બંને દેશોના વ્યવસાય અને ઉદ્યોગના નેતાઓ સાથે વાતચીત કરશે.

PMના ગાંધીનગર પ્રવાસને લઈને લોખંડી બંદોબસ્ત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 જાન્યુઆરી બે દિવસ ગાંધીનગરમાં બે કાર્યક્રમોમાં હાજરી આપશે. ત્યારે વડાપ્રધાનના ગાંધીનગર પ્રવાસને લઈને લોખંડી પીલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 10 IPS, 20 DYSP, 50 PI, 108 PSI અને 1500 કોન્ટેબલ બંદોબસ્તમાં રહેશે. 11 જાન્યુઆરીએ મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરાશે. આ સાથે જ વડાપ્રધાન મોદીના સ્વાગત માટે અંદાજીત 5000 જેટલા લોકો હાજર રહેશે. 12મી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે જર્મની ડેલીગેશન સાથે મિટિંગ યોજાશે.

[[$alsoread]]

  • Follow us on: