ગાંધીનગર કલેક્ટર કચેરીમાં ફરી એક વખત બોમ્બ હોવાની ધમકી મળી છે. બોમ્બની ધમકીને પગલે કલેક્ટર કચેરી ખાલી કરાવવામાં આવી છે. હાલમાં કલેક્ટર કચેરીમાં BDDSની ટીમ દ્વારા બોમ્બની ધમકીને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ 22 ડિસેમ્બરે પણ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં બોમ્બ સ્કવોર્ડ  દ્વારા તપાસ કરવામાં આવી હતી. 2 જિલ્લામાં બોમ્બ થ્રેટ બાદ સલામતીના કારણોસર કચેરીમાં તપાસ કરવામાં આવી હતી.


[[$googlead]]

સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં બોમ્બ મુક્યાની ધમકી

બીજી તરફ સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પણ બોમ્બ હોવાની ધમકી મળી છે. નનામી ફોન કોલ આવતા પોલીસ દોડતી થી છે અને સલામાતની ભાગરૂપે ડિસ્ટ્રીક્ટ કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું છે. જો કે તપાસ દરમિયાન કોર્ટ પરિસરમાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. આજના દિવસે વકીલ અને અરજદાર માટે કોર્ટ બંધ રાખવામાં આવી છે. કોર્ટ સ્ટાફ અને જ્યુડિશિયલ કેસમાં લઈ જવાયા છે. હાલમાં પોલીસ સહિત ડોગ સ્ક્વૉડે ચેકિંગ કર્યું છે.


[[$alsoread]]

  • Follow us on: