રાજ્યમાં હવે ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે ગ્રાન્ટ આપવામાં આવશે. લઘુમતી શાળા સહિત ગ્રાન્ટ ઈન એઈડ શાળાઓને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી જો વિદ્યાર્થીઓની ઓછી હાજરી હશે તો ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. વિદ્યાર્થીઓની હાજરી પ્રમાણે ગ્રાન્ટ કાપવાના વિસ્તૃત નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને તે મુજબ જો ગ્રામ્ય વિસ્તારમાં 55 ટકા હાજરી અને શહેરી વિસ્તારમાં 80 ટકા હાજરી ફરજિયાત કરવામાં આવી છે.
શહેરોમાં 80 ટકા કરતા ઓછી હાજરીમાં 25 ટકા ગ્રાન્ટ કપાશે
ત્યારે જો ગ્રામ્ય વિસ્તારમાં 40 ટકા કરતા ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કપાશે અને શહેરી વિસ્તારમાં 60 ટકા કરતા ઓછી હશે તો 100 ટકા ગ્રાન્ટ કપાશે. શિક્ષણ વિભાગે ગ્રામ્ય વિસ્તારો માટે 55 ટકા તો શહેરી વિસ્તારો માટે 80 ટકા હાજરી ફરજિયાત કરી છે. શહેરી વિસ્તારમાં 80 ટકા કરતા ઓછી હાજરી પ્રમાણે 25 ટકા ગ્રાન્ટ કપાશે અને શહેરી વિસ્તારમાં 50 ટકા કરતા ઓછી હાજરી હશે તો 50 ટકા ગ્રાન્ટ કપાશે.









