ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેમને આજે અનેક વિકાસકાર્યોની ભેટ આપી છે. ગાંધીનગરના પેથાપુરમાં હાઈ- ટેક લેબનું ભૂમિપૂજન અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાને સંબોધન કરતા કહ્યું કે પુણે બાદ ભારતની બીજી આધુનિક લેબ બનશે, ગુજરાતની પ્રથમ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ લેબ છે. જેમાં રોગચાળા જેવી સ્થિતિમાં ઝડપી સંશોધન કરી શકાશે, લેબમાં મનુષ્ય અને પશુ સ્વાસ્થ્ય સંબંધી સંશોધન થશે.


[[$googlead]]

ગુજરાતમાં બાયો યુગના નવા યુગની શરૂઆત થઈ

વધુમાં અમિત શાહે જણાવ્યું કે વિશ્વભરમાં આ પ્રકારની 60 લેબ કાર્યરત છે. વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. સેન્ટર સ્વાસ્થ્ય ક્ષેત્રે સુરક્ષાનું કવચ બનશે. આ પહેલી લેબ હશે જેનું નિર્માણ રાજ્ય સરકાર કરશે. જેના માટે 362 કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ગુજરાતમાં બાયો યુગના નવા યુગની શરૂઆત થઈ છે. BSL-4 લેબનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. કોરોના સમયે જે સ્થિતિ હતી તે દુનિયાએ જોઈ છે, રિસર્ચના ક્ષેત્રમાં ભારત ઘણું જ પાછળ હતું. ભારત આ ક્ષેત્રમાં હવે ખૂબ આગળ વધશે, તે મને વિશ્વાસ છે.

[[$alsoread]]

  • Follow us on: