વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10થી 12 જાન્યુઆરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઘણી બેઠકો અને ઉદ્ઘટાન પ્રસંગોમાં વડાપ્રધાન હાજરી આપશે. જણાવી દઈએ કે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની શરૂઆત વડાપ્રધાન મોદી કરાવશે. ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝ 2ના છેલ્લા ભાગનું ઉદ્ઘાટન વડાપ્રધાન કરાવશે. ઉલ્લેખનીય છે કે મેટ્રો ફેઝ 1 અને 2નું તમામ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.


[[$googlead]]

ગાંધીનગર રેલવે સ્ટેશન જવા ખાસ કોરિડોર બનાવાયો

ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધીનો ફેઝ હાલમાં ખુલ્લો મુકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે, PM નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટથી મેટ્રોમાં મુસાફરી કરીને મહાત્મા મંદિર સ્ટેશન પર પહોંચશે. સચિવાલ થી મહાત્મા મંદિરનો 5.36 કિમીનો મેટ્રો ફેઝ શરૂ થશે. જેમાં સચિવાલય, અક્ષરધામ, જૂના સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર રૂટમાં રહેશે. મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પણ જઈ શકાશે. ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી જવા માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. 

[[$alsoread]]

  • Follow us on: