ગાંધીનગરમાં આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે. આંગણવાડીની બહેનોએ પડતર પ્રશ્નોને લઈને ધરણા કર્યા છે. મોટી સંખ્યામાં આંગણવાડી બહેનો ગાંધીનગર ખાતે પહોંચી છે અને બીએલઓની કામગીરીમાંથી મુક્તી આપવાની માગ કરવામાં આવી રહી છે. આ સાથે જ ઉંમરની બાધ વિના બઢતી આપવાની પણ માગ આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવી છે.


આંગણવાડી બહેનોની મુખ્ય પ્રશ્નો સાથે આ છે માંગણી

[[$googlead]]
  • આંગણવાડીની બહેનોને BLOની કામગીરીમાંથી મુક્તિ આપવી
  • ગુજરાત વડી અદાલતના આંગણવાડીના કાયમી કર્મચારીઓ ગણવાના ચુકાદાનું અમલીકરણ કરવું
  • ઉંમરના બાધ વિના આંગણવાડીની બહેનોની બઢતી આપવી
  • વર્કર હેલ્પરની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી
  • FRSમાં પડતી તમામ મુશ્કેલીઓ દૂર કરવી
  • સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક પુરા પાડવા

[[$alsoread]]

  • Follow us on: