ગાંધીનગરની મધુર ડેરીમાં ચૂંટણી પહેલા વિવાદ સામે આવ્યો છે. ડેરીના ચેરમેન શંકરસિંહ સામે ડિરેક્ટરોએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. ફરીથી ડેરીના ચેરમેન બનાવા માટે પોતાના જ પરિવારના 5 સભ્યોને અલગ અલગ મંડળીમાં ચેરમેન બનાવ્યા હોવાનો આક્ષેપ ડિરેક્ટરો દ્વારા કરવામાં આવ્યો છે. ઘરના જ 5 સભ્યોને અલગ-અલગ મંડળીમાં ચેરમેન બનાવી દેવામાં આવ્યા છે, ડિરેક્ટરોએ આ અંગે ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી છે.


[[$googlead]]

ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી જાહેર

તમને જણાવી દઈએ કે ગાંધીનગર જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીની જાહેરાત 1 ઓગસ્ટે જ કરવામાં આવી હતી. મધુર ડેરીની ચૂંટણી માટે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદાર યાદીના વાંધા રજૂ કરવાની અંતિમ તારીખે 8 ઓગસ્ટ હતી અને આજે એટલે કે 11 ઓગસ્ટે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ચૂંટણી અધિકારી દ્વારા આ જાહેરનામું બહાર પડવામાં આવ્યું છે. 

[[$alsoread]]

  • Follow us on: