ગોંડલમાં ડ્રગ્સનું વેચાણ બંધ કરવાને લઈને પોલીસને રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા દ્વારા યોજાયેલા લોક દરબાર કાર્યક્રમમાં ઉપસ્થિત આગેવાનો દ્વારા શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ, પ્રોહીબિશન, જુગાર, નોનવેજની દુકાનો, ડ્રગ્સ, ટ્રાફિક, મસાજ પાર્લર મુદ્દે રજૂઆતો કરી હતી. આ સાથે જ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીમાં સ્ટાફની અછત અંગે પણ રજુઆત કરવામાં આવી હતી.


[[$googlead]]

ગેરકાયદે ચાલતા સ્પા-મસાજ પાર્લરો સામે કાર્યવાહી કરાશે

રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જર દ્વારા સ્થાનિક આગેવાનોના પ્રશ્નો સાંભળ્યા હતા અને આગેવાનો દ્વારા સૂચવેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવા રાજકોટ ગ્રામ્ય SP દ્વારા ખાત્રી આપવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ રૂરલ SP વિજયસિંહ ગુર્જર દ્વારા સ્થાનિક પોલીસને ગેરકાયદેસર ચાલતી નોનવેજની દુકાનો ચેક કરવા સૂચના આપી હતી. પોલીસ દ્વારા ગેરકાયદેસર ચાલતા સ્પા, મસાજ પાર્લરો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેની ખાતરી આપવામાં આવી છે. ત્યારે ટ્રાફિક મુદ્દે રાજકોટ રૂરલ SP દ્વારા નગરપાલિકાને સાથે રાખી રાજમાર્ગો પર પીળા પટ્ટા મારવા ઉપરાંત સ્કૂલોમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાશે. સાયબર ક્રાઈમનો શિકાર બનતા લોકોએ 1930 નંબર પર ફોન કરી જાણ કરવા અપીલ કરવામાં આવી છે. લોકદરબાર દરમ્યાન તેરા તુજકો અર્પણ અંતર્ગત લોકોને મોબાઈલ તેમજ પૈસા પરત આપવામાં આવ્યા હતા.

[[$alsoread]]

  • Follow us on: