ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચાણ માટે સીસીઆઈ રજિસ્ટેશન કરાવેલું હતું.પરંતુ ગઈકાલે ખેડૂતોના મોબાઈલમાં મગફળીનું રજિસ્ટેશન રદ થયું છે, તેવા મેસેજ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને મગફળીના સારા ભાવ મળે તે માટે ખેડૂતો મગફળીનું વેચાણ ટેકાના ભાવે કરતા હોય છે. પરંતુ આ વર્ષે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે સી.સી.આઈમાં જિલ્લામાં 5500 જેટલું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે ગઈકાલે ખેડૂતોના મોબાઈલમાં રજિસ્ટ્રેશન રદ થયાના મેસેજ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.


[[$googlead]]

CCIમાં ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરતા ખેડૂતોને સારા ભાવ મળે છે

ખેડૂતો આખું વર્ષ મહેનત કરે છે. મજૂરી, બિયારણ, દવા, ખાતરનો ખર્ચો કરીને પોતાનો પાક પકવતા હોય ત્યારે સી.સી.આઈ દ્વારા ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ ના મેસેજ આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. ખેડૂતોએ પોતાનો રોષ ઠાલવતા કહ્યું કે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરતા ખેડૂતોને સારા ભાવ મળે છે, ત્યારે મોટાભાગના ખેડૂતો સી.સી.આઈમાં રજિસ્ટ્રેશન કરાવતા હોય છે. ખુલ્લા બજારમાં ખેડૂતોને મગફળીના ઓછા ભાવ મળતા હોય છે. ત્યારે ખેડૂતોને હવે શું કરવું તેની ચિંતા થઈ છે. સરકાર આ બાબતે તાત્કાલિક વિચાર કરીને ખેડૂતોની મુશ્કેલી દૂર કરે તેવી માગ કરી રહ્યા છે. ખેડૂતોને મગફળીના ટેકાના સારા ભાવ મળે તે માટે ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરતા હોય છે. પરંતુ ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ ના મેસેજ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સરકાર આ બાબતે તાત્કાલિક વિચાર કરે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

[[$alsoread]]

  • Follow us on: