આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 9થી 12 જૂન સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જો કે રાજ્યમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પણ પવનોમાં આવતા ભેજના કારણે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.


[[$googlead]]

 18 જૂન પછી અતિભારે વરસાદની આગાહી

નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 13થી 14 જૂને ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હાલ ચોમાસુ મુંબઈ સુધી પહોંચ્યું છે અને આગામી 12થી 18 જૂન સુધી ચોમાસું આગળ વધવાની શક્યતા છે. ત્યારે 18 જૂન પછી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

[[$alsoread]]


  • Follow us on: