અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીની ભરતી પ્રક્રિયામાં ગંભીર બેદરકારી સામે આવી છે. 15 માર્ચે યોજાનારી ભરતી પરીક્ષાને હવે ગણતરીના દિવસો બાકી હોવા છતાં અત્યાર સુધી ઉમેદવારોને કોલ લેટર જાહેર કરવામાં આવ્યા નથી. જેના કારણે હજારો ઉમેદવારોમાં ભારે મૂંઝવણ અને અસંતોષ ફેલાયો છે.


[[$googlead]]

સિનિયર એકાઉન્ટ, જુનિયર એકાઉન્ટ સહિતની પરીક્ષા

માહિતી મુજબ યુનિવર્સિટીએ સિનિયર એકાઉન્ટન્ટ અને જુનિયર એકાઉન્ટન્ટ સહિતના વિવિધ પદો માટે ભરતી પરીક્ષા જાહેર કરી હતી. આ પરીક્ષામાં આશરે 9000થી વધુ ઉમેદવારો ભાગ લેવા જઈ રહ્યા છે. જોકે પરીક્ષાની તારીખ નજીક આવી ગઈ હોવા છતાં ઉમેદવારોને હજુ સુધી પરીક્ષાનું સ્થળ, સમય અને અન્ય મહત્વપૂર્ણ વિગતો અંગે કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.

પરીક્ષાની તારીખ નજીક છતાં કોલ લેટર જાહેર નહીં

કોલ લેટર જાહેર ન થતાં ઉમેદવારોમાં ચિંતા વધી રહી છે. ઘણા ઉમેદવારો અન્ય શહેરો અને જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા આવવાના હોવાથી તેમને પ્રવાસ અને રહેવાની વ્યવસ્થા માટે પણ સમયસર માહિતી જરૂરી છે. પરંતુ યુનિવર્સિટીની ભૂલને કારણે ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા છે. ઉમેદવારોનું કહેવું છે કે પરીક્ષાને હવે થોડા જ દિવસો બાકી છે, ત્યારે યુનિવર્સિટીએ તાત્કાલિક કોલ લેટર જાહેર કરીને સ્પષ્ટતા કરવી જોઈએ. સાથે જ પરીક્ષા સંબંધિત તમામ માહિતી ઝડપથી જાહેર કરવામાં આવે તેવી પણ માગ ઉઠી રહી છે. હાલ ઉમેદવારો ગુજરાત યુનિવર્સિટી દ્વારા સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યા છે અને તાત્કાલિક નિર્ણય લેવાય તેવી અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે.

[[$alsoread]]


  • Follow us on: