અમદાવાદમાં પંચવટી સર્કલ પાસે કારમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે, ચાલુ કારમાં અચાનક લાગી આગ અને આગમાં કાર બળીને ખાખ થઈ ગઈ છે, સ્થાનિકોએ પાણી છાંટી આગ કાબુમાં લીધી હતી અને શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન સામે આવ્યું છે.
ટાયર અને રોડ વચ્ચેના ઘર્ષણને કારણે આગ લાગી શકે છે કારમાં
આ ઉપરાંત કેટલાક કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે લાંબા રૂટ પર લાંબા સમય સુધી વાહન ચલાવવાના કારણે ટાયર અને રોડ વચ્ચેના ઘર્ષણને કારણે આગ પણ લાગી છે. આવી ઘટનાઓ મોટાભાગે એક્સપ્રેસ વે પર જોવા મળી છે. કોંક્રિટ અથવા સિમેન્ટનો ઉપયોગ મોટે ભાગે એક્સપ્રેસવેના બાંધકામમાં થાય છે. જ્યારે પરંપરાગત રસ્તાઓમાં બિટ્યુમેનનો ઉપયોગ થાય છે. બીજી તરફ સીએનજી કારમાં આગ લાગવાની અનેક ઘટનાઓ પણ સામે આવી છે. જોકે, કંપની ફીટ કરેલી CNG કારને વધુ સુરક્ષિત ગણવામાં આવે છે. પરંતુ ઘણી વખત લોકો તેમની કારમાં આફ્ટરમાર્કેટ CNG કિટ લગાવે છે. આ ખૂબ જ ખતરનાક છે. કારણ કે કાર કંપનીઓ તમામ માપદંડો અનુસાર વાહનો તૈયાર કરે છે.









