ગુજરાતના માછીમારોની સ્થિતિને લઇને મંત્રી પરષોત્તમ સોલંકી ચિંતા વ્યક્ત કરી. માછીમારો મુદ્દે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પરસોત્તમ સોલંકીએ સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી. પરષોત્તમ સોલંકીએ કહ્યું કે દરિયાકાંઠેથી માછીમારો બોર્ડર પાસ કરી પાકિસ્તાન પ્રવેશ કરતા પકડાઈ જાય છે. આ નિર્દોષ માછીમારો અભણ,અશિક્ષિત હોવાથી પકડાય છે. માછીમારો પકડાય ત્યારે તેમના ઘર તૂટી જાય છે. અનેક રજૂઆતો બાદ પણ માછીમારો છૂટતા નથી. અત્યારે પાકિસ્તાનની જેલમાં 194 માછીમારો ફસાયેલા છે. દીવની બહેન-દીકરીઓ મારી સામે રડી પડે છે.
માછીમારોને લઈને મંત્રીની ચિંતા
આ સાથે તેમણે પરસોત્તમ સોલંકીએ જેલવાસની યાદો વાગોળી. તેમણે કહ્યું કે અત્યારે હું નબળી પડી ગયો છું. મેં જેલની પરિસ્થિતિ જોયેલી છે. જેલમાં શું થાય છે એ મને ખ્યાલ છે. જેલમાં 3 રોટલી, દાળનું પાણી ખાવા મળે છે. માછીમારો માટે જ્યાંથી ઉકેલ મળે તે સ્તરે રજૂઆત કરવાનો મારો હંમેશા પ્રયાસ રહેશે. જો કે રાજ્યના માછીમારો બોર્ડર બહાર ન જાય તે માટે સરકારે પણ પ્રયાસ કરવો જોઈએ તેવી મંત્રી દ્વારા અપીલ કરવામાં આવી.
પરષોત્તમ સોલંકી માછીમારોને લઈને ચિંતિત
રાજ્યના દરિયાકિનારો વધુ વિશાળ છે. દ્વારકા અને સોમનાથ તેમજ દિવ સહિતના દરિયા કિનારે વસતા અનેક માછીમારો પોતાની આજીવિકા રળવા દરિયો ખેડતા હોય છે. આ દરિયાકિનારાની બીજી બાજુ દેશના કટ્ટર દુશ્મન કહેવાતા પાકિસ્તાનની સીમા પણ છે. પાણી પર કોઈ લકીર ખેંચી શકાય નહીં. એટલે જ ગુજરાતના માછીમારો જયારે દરિયો ખેડતા હોય છે ત્યારે ભૂલથી પાકિસ્તાનની સીમામાં પ્રવેશ કરે છે. ત્યારે પાકિસ્તાનનું તંત્ર જાસૂસ માનીને આવા નિર્દોષ માછીમારોને પકડી જેલ હવાલે કરે છે. માછીમારોના પરીવાર દ્વારા રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સુધી રજૂઆત કરવામાં આવે છે. છતાં લાંબી પ્રક્રિયા બાદ ઘણા વર્ષો પછી કેટલાક માછીમારો વતન પરત ફરવામાં સફળ રહે છે. માછીમારો અને તેમના પરીવારને પડતી મુશ્કેલીઓની લઈને મંત્રી પરષોત્તમ સોલંકીએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં પોતાની ચિંતા વ્યક્ત કરી.









