અમદાવાદના કઠવાડા જીઆઈડીસી પાસે પાણી ભરાવાની ઘટના બની છે, મધુમાલતી આવાસ યોજનાના લોકોને હાલાકી પડી રહી છે, મોડી રાત્રે પડેલા વરસાદથી પાણી ઘરમાં ઘૂસ્યા છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે, વરસાદી અને ગટરનું પાણી બેક મારતા ભારે હાલાકીનો લોકો સામનો કરી રહ્યાં છે.
ભારે વરસાદથી અમદાવાદના ઓઢવમાં તારાજી
અમદાવાદમાં ભારે વરસાદથી ઓઢવમાં તારાજી જેવી સ્થિતિનું સર્જન થયું છે, ઓઢવની મધુમાલતી સોસાયટીમાં પાણી ભરાયા છે અને મધુમાલતી સોસાયટીમાં તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છેસ દર વર્ષે ચોમાસામાં સોસાયટીમાં ભરાય છે પાણી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યાં છે.
અમદાવાદમાં વરસાદથી ઠેર-ઠેર હાલાકી
અખબારનગર અંડરપાસમાં પાણી ભરાયા છે અને અંડરપાસ બંધ નહીં કરતા વાહનચાલકો ઘૂસ્યા હતા અને ઘણા વાહનો અંડરપાસમાં બંધ પડી ગયા છે, કાર બંધ થઈ જતા ટોઈંગ કરવાની ફરજ પડી હતી.
અમદાવાદમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા
શહેરના વોરાના રોઝા પાસે ઘૂંટણસમા પાણી ભરાયા છે, પાણી ભરાતા નદી કે તળાવ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, AMCની પ્રિ મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર છે અને એક જ વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાયા છે.









