અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં નવા વર્ષની ઉજવણી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે કરવામાં આવી.નવા વર્ષના પવિત્ર અવસરે ભગવાન જગન્નાથને 151 વાનગીઓનો વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો જેમાં વિવિધ પ્રકારની પરંપરાગત અને સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ હતો.આ અન્નકૂટની ભવ્ય રચના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી.મંદિરમાં નવા વર્ષના પ્રથમ દિવસે ભક્તોની ભીડ ઉમટી હતી.


[[$googlead]]

ભક્તોએ અન્નકુટ  કર્યા દર્શન

ભગવાન જગન્નાથ,બલભદ્ર અને સુભદ્રાજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવી.મંદિરના પૂજારીઓ અને ભક્તોએ મળીને આ અન્નકૂટની તૈયારીઓ કરી,પરંપરાને પ્રતિબિંબિત કરતી વાનગીઓ જેવી કે ખીચડી,કઢી,શાક,મીઠાઈ અને ફરસાણનો સમાવેશ થયોઆ પ્રસંગે જગતગુરૂ દિલીપદાસજીએ ભક્તોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી.તેમણે જણાવ્યું કે,નવું વર્ષ નવી ઉર્જા,શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.ભગવાન જગન્નાથની કૃપાથી દરેકનું જીવન સુખ અને શાંતિથી ભરાઈ જાય.તેમના આશીર્વાદથી ભક્તોમાં ઉત્સાહનો સંચાર થયો.

ભક્તોનો ભારે ધસારો

જગન્નાથ મંદિરના આ નવા વર્ષના ઉત્સવમાં હજારો ભક્તોએ ભાગ લીધો અને ભગવાનના દર્શનનો લાભ લીધો. અન્નકૂટનો પ્રસાદ ભક્તોમાં વહેંચવામાં આવ્યો, જેનાથી વાતાવરણમાં ભક્તિ અને આનંદનો સમન્વય જોવા મળ્યો.આ ઉજવણી ધાર્મિક પરંપરાઓનું સુંદર દર્શન કરાવે છે.

[[$alsoread]]

  • Follow us on: