ગુજરાતમાં દારૂબંધીના કાયદો માત્ર કાગળ પર જ રહ્યો છે તે લોકો પણ જાણી ગયા છે. રાજ્ય બહારથી અમદાવાદમાં ઘૂસાડવામાં આવતો દારૂનો જથ્થો વારંવાર પકડાઈ રહ્યો છે. વિદેશી દારુ સહિત દેશી દારૂનું પણ ધમધોકાર વેચાણ ચાલી રહ્યું છે. ત્યારે શહેરમાં 568 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શીલજ બ્રિજ નીચે આંબલી ફાટક પાસેથી દારૂ પકડાયો છે. પોલીસે દેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આંબલી ફાટક પાસેથી દારૂ પકડાયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં શીલજ બ્રિજ નીચે આંબલી ફાટક પાસેથી દારૂ પકડાયો છે.આબલી ફાટક પાસે છાપરાવાળા મકાનમાંથી દારૂ જપ્ત કરાયો છે. પોલીસે દેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બુટલેગરે મીણીયાના થેલામાં 568 લીટર દારુ સંતાડ્યો હતો.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









