અંદાજિત 500 કરોડની કિંમતની આ જગ્યા પરત લેવા માટે ગુજરાત હાઈકોર્ટ હુકમ કર્યો હોવાથી સમગ્ર આશ્રમ ને તોડી પાડી રમતગમતના બાંધકામ કરવામાં આવશે, ત્યારે સંદેશ ન્યુઝ ની ટીમે આસારામ આશ્રમ પર ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યુ, જેમાં બળાત્કારી આસારામના સાધકો પણ માથાભારે હોવાનું કેમેરામાં કેદ થયુ. સાબરમતી નદીના પટમાં 1970ના દાયકામાં આસુમલ હરપલાણી એટલે કે આસારામે આધ્યાત્મિક કેન્દ્ર તરીકે આશ્રમની સ્થાપના કરી હતી પરંતુ સમય જતા આ આશ્રમ વ્યવસાયિક સામ્રાજ્ય બન્યું, સાબરમતી નદીના કિનારે એક ઝુંપડાથી શરૂ થયેલું સામ્રાજ્ય, 2013 સુધીમાં ભારત સહિત અન્ય 18 દેશોમાં 400 થી વધુ નાના-મોટા આશ્રમો બનાવ્યા અને કરોડો ભક્તો અને અનુયાયીઓ બનાવી પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું.


[[$googlead]]

અત્યાધુનિક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે

જે બાદ આસારામે ગેરકાયદેસર રીતે જમીનો પર કબજો કરવા ખોટા રેકોર્ડ બનાવ્યા અને ભક્તોરૂપી ટોળાની મદદ થી જમીનો પર કબજો કરી 45000 ચોરસ મીટરમાં આશ્રમ બનાવ્યો. જે આશ્રમ પર હવે ડિમોલેશનની તલવાર લટકી રહી છે.ધાર્મિક ઉપયોગ માટે લેવાયેલી જમીન તેના તમામ નિયમો તોડી ઔદ્યોગિક ઉપયોગ માટે લેવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું, ઉપરાંત આશ્રમને અનેક વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં અતિક્રમણ અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યા હતા, જે વાત હાઈકોર્ટના ધ્યાને આવતા લાંબા સમયથી કાનૂની ગુંચવણમાં અટવાયેલી કરોડો રૂપિયાની જગ્યા હવે સરકારના નિયંત્રણમાં પાછી આવી શકે છે. જે બાદ વર્ષ 2030 માં રમખાણો ઓલમ્પિક અને ત્યારબાદ કોમનવેલ્થ ગેમ માટેના અત્યાધુનિક સ્ટેડિયમ તૈયાર કરવામાં આવશે.

[[$alsoread]]
  • Follow us on: