અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ અંગે ફરી વિવાદ છેડાયો છે. સંકલન સમિતીની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગેરકાયદે બાંધકામ અંગે સવાલો ઉઠાવ્યા હતાં. આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ સામ સામે આવી ગયા હતાં. ગેરકાયદે બાંધકામ મુદ્દે એક મંચ પર ચર્ચા કરવા માટે ચેલેન્જ આપવામાં આવી હતી. ભાજપના નેતા ભૂષણ ભટ્ટે ઈમરાન ખેડાવાલાને જવાબ આપ્યા હતાં.


[[$googlead]]

શેકેલો પાપડ પણ ભાંગતો નથી અને આંદોલનની વાતો કરે છે

અમદાવાદમાં મળેલી સંકલન સમિતીની બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ગેરકાયદે બાંધકામોને લઈને સવાલો ઉઠાવ્યા હતાં. તેમના સવાલોના જવાબ આપતાં ભાજપના નેતા ભૂષણ ભટ્ટે કહ્યું હતું કે, શેકેલો પાપડ પણ ભાંગતો નથી અને આંદોલનની વાતો કરે છે. સના 7 અને સલમાન એવન્યુ બનાવનારને સમર્થનનું ઉદાહરણ જગજાહેર છે. કોને બચાવવા અને કોની સાથે બેસવા માટે આવું નિવેદન સંકલન સમિતીમાં આપ્યું તે અંગે પણ સવાલો ઉભા થયા હતાં.

[[$alsoread]]


  • Follow us on: